Home> Entertainment
Advertisement
Prev
Next

સોનમ કપૂરે પતિ સાથેનો લિપ લોક VIDEO કર્યો શેર, સાથે આપ્યો આ સંદેશ 

નવા વર્ષ પર બોલિવૂડ સેલિબ્રિટીઓ પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. અભિનેત્રી સોનમ કપૂરે (Sonam Kapoor)  પણ જૂના વર્ષને યાદ કરતા એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે.

સોનમ કપૂરે પતિ સાથેનો લિપ લોક VIDEO કર્યો શેર, સાથે આપ્યો આ સંદેશ 

મુંબઈ: નવા વર્ષ પર બોલિવૂડ સેલિબ્રિટીઓ પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. અભિનેત્રી સોનમ કપૂરે (Sonam Kapoor)  પણ જૂના વર્ષને યાદ કરતા એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સોનમ કપૂર પતિ આનંદ આહૂજા (Anand Ahuja) સાથે લિપ લોક (Liplock) કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈટાલી (Italy) નો છે અને સોશિયલ મીડિયા પર સોનમ અને આનંદનો આ વીડિયો  ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 

fallbacks

કૃષ્ણાએ બોયફ્રેન્ડ સાથેના હોટ બિકિની PHOTOS શેર કર્યા, ભાઈ ટાઈગરે આપ્યું આવું રિએક્શન 

લિપ લોક વીડિયો શેર કરતા સોનમે લખ્યું કે ગત દાયકો ખુબ શાનદાર રહ્યો. મેં અનેક સારી ફિલ્મોમાં કામ કર્યું. અનેક અમેઝિંગ લોકો મને મળ્યાં જે જીવનભર માટે મિત્રો બની ગયાં. મેં મારી બહેન રિયા કપૂર સાથે 3 ફિલ્મો બનાવી. આથી મને સમજાયું કે બહેનો સારી પાર્ટનર હોય છે. સોનમે આગળ લખ્યું કે હું મારા સોલમેટને મળી. અમે લગ્ન કર્યાં અને અમારું ઘર બનાવ્યું. પરંતુ આ દાયકામાં મોટાભાગનાએ મને શીખવાડ્યું કે જીવનના અનેક રસ્તા છે અને ફક્ત એક રસ્તો છે જેને આપણે યોગ્ય ઈરાદાઓ સાથે પૂરો કરવો જોઈએ. બધાનો ખુબ ખુબ આભાર.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

This past decade has been the most brilliant. I’ve acted in some incredible movies where I’ve met some amazing people who’ve become lifelong friends. I’ve made three films with @rheakapoor and realised that sisters make the best partners and can break glass Ceilings together with our films and sartorial choices And taken our passion for fashion and started @wearerheson . I met my soulmate @anandahuja and got married to him and built a home together . But most of all this decade has taught me that life has many paths and the only path that one should take is the one paved with the right intentions. Thank you to my family and friends, thank you to films and fashion. You make me whole. May love lead your way! 🎥 @karanboolani

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

અત્રે જણાવવાનું કે સોનમ અને આનંદે 8મી મે 2018ના રોજ લગ્ન કર્યા હતાં. સમારોહમાં ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તિઓ સામેલ થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂરે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં કામ કરતી જોવા મળી. ફિલ્મમાં સોનમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રાજકુમાર રાવ, અનિલ કપૂર, અને જુહી ચાવલાની પણ મહત્વની ભૂમિકા હતી. સોનમ આ ફિલ્મ ઉપરાંત ઝોયા ફેક્ટરમાં પણ જોવા મળી.ય ફિલ્મમાં દુલકર સલમાન તેની સામે લીડ ભૂમિકામાં હતો. ફિલ્મ જો કે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More